

મોરબીની વેરાઈ શેરીમાં સોની બજાર કા રાજા ગણેશ મહોત્સવનું વર્ષ ૨૦૦૯ થી આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ગણપતિ બાપ્પાની પૂજા, આરતી ઉપરાંત અવનવા કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં આજે રાત્રે કોન બનેગા ચાણક્ય કાર્યક્રમ યોજાશે
વેરાઈ શેરી ખાતે આયોજિત સોની બજાર કા રાજા ગણપતિ મહોત્સવમાં આજે રાત્રે ૧૦ કલાકે કોન બનેગા ચાણક્ય કાર્યક્રમ યોજાશે બાળકોના જ્ઞાનમાં વૃધ્ધિ થાય તેવા હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કોન બનેગા કરોડપતિ માફક જ સવાલ જવાબ કરવામાં આવે છે, બાળકોને આપણા ધર્મ, સામાન્ય જ્ઞાન અને સંસ્કૃતિ અંગેના સવાલો પૂછી રોકડ સહિતના ઇનામો પણ આપવામાં આવે છે જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લેશે જે કાર્યક્રમને નિહાળવા નગરજનોને આમંત્રણ પાઠવ્યું છે