માળિયાના ખાખરેચી ગામે તેલના કારખાનામાંથી ૧.૯૮ લાખના કોપર કેબલની ચોરી

 

ખાખરેચી ગામ નજીક આવેલ તેલના કારખાનામાં બારીની ગ્રીલ તોડી અજાણ્યા ચોર ઇસમોએ કારખાનામાંથી કોપરના કેબલ વાયર ૨૬૮ મીટર કીમત રૂ ૧.૯૮ લાખની ચોરી કરી નાસી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે માળિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

 

મોરબીના એસપી રોડ પર રહેતા પરિમલભાઈ ભુપતભાઈ મણવરે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫-૦૮ ના સાંજે ૭ થી તા. ૧૭-૦૯ ના ૮ વાગ્યા દરમિયાન ફરિયાદીના માળિયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલ પરિમલ એગ્રો તેલના કારખાનામાં સેડમાં મુકેલ બારી કોઈ અજાણ્યા ચોર ઇસમેં હથિયાર વડે ખોલી તેમજ અંદર રહેલ લોખંડ ગ્રીલને તીક્ષ્ણ હથિયાર વડે તોડી અંદર પ્રવેશ કર્યો હતો કારખાનામાં અલગ અલગ પેનલથી ઇલેક્ટ્રિક મોટરમાં અને પેનલમાંથી ઇલેક્ટ્રિક સપ્લાય માટે લાગેલ ગેજના કોપર કેબલ વાયર આશરે ૨૬૮ મીટર કીમત રૂ ૧,૯૮,૯૩૦ ની ચોરી કરી ગયા છે માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.