મોરબીમાં પરાબજારની દુકાનમાંથી બીલ વગરના ૪૦ મોબાઈલ સાથે દુકાનદાર ઝડપાયો

 

મોરબીની પરાબજારમાં આવેલ મોબાઈલ દુકાનમાંથી ૪૦ મોબાઈલ આધાર પુરાવા કે બીલ વગરના મળી આવતા એસઓજી ટીમે ૪૦ મોબાઈલનો મુદામાલ કબ્જે લઈને દુકાનદારને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એસઓજી ટીમ મોરબી શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન પરા બજાર મેઈન રોડ પર આવેલ શ્રી ખેતશ્વર મોબાઈલ દુકાનમાં ચેકિંગ કર્યું હતું જે દુકાનમાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ ૪૦ મળી આવ્યા હતા જેના બીલ કે આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું દુકાનદારે જણાવ્યું હતું જેથી ૪૦ નંગ મોબાઈલ કીમત રૂ ૨ લાખનો મુદામાલ કબ્જે લીધો હતો અને દુકાનદાર દિનેશ ભમરારામ પુરોહિત રહે હાલ લક્ષ્મીનગર તા. મોરબી મૂળ રાજસ્થાન વાળાને ઝડપી લઈને સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં આગળની કાર્યવાહી અર્થે સોપવામાં આવ્યો છે

 

Leave A Reply

Your email address will not be published.