

રંગપર ગામની સીમમાં આવેલ શોપિંગમાં દુકાન પાસે પાર્કિંગમાં રાખેલ રૂ ૬૦ હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મૂળ દાહોદ હાલ મોરબીના રંગપર ગામની સીમમાં રહેતા મેસુભાઈ રમેશભાઈ માવીએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯-૦૮ ના રાત્રીના ૮ થી તા. ૩૦-૦૮ ના બે વાગ્યા દરમીયાન ફરિયાદીનું બાઈક જીજે ૨૦ બીએમ ૧૮૯૧ કીમત રૂ ૬૦ હાજર વાળું રંગપર ગામની સીમમાં લેમોરેક્ષ કારખાના પાસે શોપિંગમાં દુકાન પાસે રાખ્યું હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે પોલીસે ચોરીની ફરિયાદ મામલે વધુ તપાસ હાથ ધરી છે