

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણપતિ મહોત્સવનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા તેમજ જતીનભાઈ આદ્રોજાની પ્રેરણાથી આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ, કોલેજના તમામ પ્રાધ્યાપકો અને કોલેજના વિધાર્થીઓની ઉપસ્થિતિમાં ઢોલ,નગારા અને ત્રાસા સાથે ગણપતિ મહારાજનું ભવ્ય અને ભાવભર્યું આગમન થયું તેમજ કોલેજની વિધાર્થીની બહેનો દ્વારા ગણપતિ મહારાજનું સામૈયું કરવામાં આવ્યું હતું.
સૌ પ્રથમ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર દ્વારા કોલેજના રંગભવનમાં ગણપતિ મહારાજની સ્થાપના વિધિ પરિપૂર્ણ કરવામાં આવી, ત્યારબાદ ગણપતિ મહારાજની ભવ્ય અને દિવ્ય મહાઆરતી ઉતારી હતી. આ સમગ્ર કાર્યક્રમ માં કોલેજના કોલેજ ના સ્ટાફગણ તથા ખુબ જ મોટી સંખ્યામાં કોલેજના તમામ ફેકલ્ટીના વિધાર્થી ભાઈ-બહેનો જોડાયા હતા.

