

હળવદના ચાડધ્રા ગામે રહેતા રહેતા શ્રમિકે ભત્રીજાના લગ્ન માટે રૂપિયા ઉછીના લીધા હતા અને ઉછીના લીધેલા રૂપિયા પરત કેમ આપવા તેવું મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવારમાં મોત થયું હતું
મૂળ દાહોદ હાલ હળવદ તાલુકાના ચાડધ્રા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા રાજુભાઈ બચુભાઈ પરમાર (ઉ.વ.૩૨) નામના યુવાન પોતાની જાતે ગત તા. ૧૦ ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર માટે હળવદ હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક રાજુભાઈએ ભત્રીજાના લગ્ન માટે ઉછીના રૂપિયા લીધા હતા અને ભત્રીજાનું અકસ્માત થયું હતું જેથી તે કામ કરી સકતા ના હતા અને ઉછીના રૂપિયા પરત કેમ આપવા તેવું મનમાં લાગી આવતા રાજુભાઈએ દવા પી લેતા મોત થયાનું ખુલ્યું છે હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે