માળિયાના જુના દેવગઢ ગામે મંદિર પાસે જુગાર રમતા પાંચ ઝડપાયા


જુના દેવગઢ ગામમાં રોડ પર આવેલ મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૬૭૦૦ જપ્ત કરી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે જુના દેવગઢ ગામે રેડ કરી હતી રોડ પર આવેલ મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા મેઘાભાઇ લાભુભાઈ પીપળીયા, ગણેશભાઈ વજાભાઇ સુરાણી, મુન્નાભાઈ ગગજીભાઇ રાઠોડ, અશોકભાઈ રૂપાભાઇ ધોળકિયા અને રોહિત ગોગાભાઇ પીપળીયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૬૭૦૦ જપ્ત કરી છે