મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી, બાયપાસ ઓવરબ્રિજ અને તળાવના નામકરણને મંજુરી

 

મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મેયર અને કમિશ્નરના અધ્યક્ષ સ્થાને મળી હતી સામાન્ય સભામાં ૨ કલાક પ્રશ્નોતરી ચાલી હતી જેમાં કોર્પોરેટરોએ શહેરમાં ગટર, સફાઈ સહિતની સમસ્યાઓ અંગે પ્રશ્નો કર્યા હતા સામાન્ય સભામાં બાયપાસ ઓવરબ્રિજ અને તળાવના નામકરણ કરવામાં આવ્યા હતા

 

સામાન્ય સભામાં મોરબી ભક્તિનગર સર્કલથી નવલખી ફાટક ઓવરબ્રિજ સુધીના માર્ગને svms સ્વામીનારાયણ માર્ગ જાહેર કરવામાં આવ્યો રવાપર ઘુનડા રોડ પર આવેલા સર્કલને કર્તવ્ય જીવદયા કેન્દ્ર સર્કલ નામકરણ કરવામાં આવ્યું છે વોર્ડ ૧૦ માં ગોકળદસ પરમારના સ્મરણાર્થે ગોકુલનગર લાયન્સનગર મેઈન રોડને ગોકળદાસ પરમાર રોડ નામ આપવામાં આવ્યું છે અને લીલાપર તળાવનું નામકરણ શ્યામાપ્રસાદ મુખર્જી તળાવ કરવાનો નિર્ણય કર્યો છે સામાન્ય સભામાં મહાપાલિકામાં ભળેલા ૯ પંચાયત વિસ્તારમાં ટેક્સ ગણતરી માટે સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નં ૭૦ મુજબ નક્કી થયેલ એ,બી,સી લોકેશન ગ્રેડને બહાલી આપવામાં આવી હતી

 

નેશનલ હાઈવે બાયપાસ ચોકડીથી પંચાસર જવાના માર્ગ પર પ્રવેશ ગેટને મંજુરી આપવામાં આવી છે વોર્ડ નં ૧૦ માં એપોલો હોલ પાસે અને શનાળા ગામમાં ૨ સ્થળોએ સ્ટ્રોમ વોટર લાઈન નાખી કાયમી ધોરણે વરસાદી પાણીનો નિકાલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પ્રશ્નોતરી ૨ કલાક ચાલી હતી જેમાં વિવિધ વોર્ડના સદસ્યોએ શહેરની સમસ્યાઓના મુદાઓ ઉઠાવ્યા હતા

 

Leave A Reply

Your email address will not be published.