

વનાળીયા ગામે રહેતા ૪૫ વર્ષીય આધેડ ગામની સીમમાં કોઈ કારણોસર કપાસમાં છાંટવાની દવા પ’ઈ લેતા સારવારમાં મોત થયું હતું પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે
મોરબીના વનાળીયા ગામના રહેવાસી દિનેશભાઈ સુમલાભાઈ મેળા (ઉ.વ.૪૫) નામના આધેડ ગત તા. ૧૦ ના રોજ બપોરના સુમારે વનાળીયા ગામની સીમમાં કોઈ કારણોસર કપાસમાં છાંટવાની દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે