

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કે છળકપટથી મેળવેલ મોટરસાયકલ સાથે એસઓજી ટીમે એક ઈસમને ઝડપી લઈને બાઈક કબજે લઈને વધુ તપાસ ચલાવી છે
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના ઘૂટું રોડ તરફથી એક નંબર વગરનું કાળા કલરના મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં એક ઇસમ નીકળતા રોકી મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરતો હોય અને સંતોષકારક જવાબ આપી શકતો ના હતો જેથી બાઈકની આરસી બૂક અને કાગળો માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવ્યું હતું જે મોટરસાયકલના ચેસીસ નંબર અને એન્જીન નંબર આધારે સર્ચ કરતા બાઈક જીજે ૩૬ એબી ૦૨૩૪ ચોરી કે છળકપટથી મેળવ્યું હોવાનું જણાતા બાઈક કીમત રૂ ૪૦,૦૦૦ કબજે લઈને આરોપી જયદેવ રમેશભાઈ ડાભી રહે ખરેડા તા. મોરબી વાળાને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે બી ડીવીઝન પોલીસ મથકને સોપવામાં આવ્યો છે