માળિયા ભીમસર ચોકડીએથી ૧૬,૯૨૦ બોટલ દારૂ-બીયર જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો



માળિયા ભીમસર ચોકડીથી પોલીસે ઈંગ્લીશ દારૂ અને બિયર ભરેલો ટ્રક ઝડપી લઈને ૨૪ લાખથી વધુનો દારૂ-બીયરનો જથ્થો અને ટ્રક સહીત કુલ રૂ ૩૪ લાખનો મુદામાલ જપ્ત કરી ટ્રક ચાલકને ઝડપી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નેશનલ હાઈવે પર ભીમસર ચોકડી પાસેથી ટ્રક જીજે ૧૮ બીટી ૩૨૬૨ વાળો રોકી તલાશી લેતા દારૂ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો ટ્રકમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલ, ચપલા અને બીયરના ટીન મળીને કુલ ૧૬,૯૨૦ નંગ કીમત રૂ ૨૪,૦૩,૦૦૦ નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ-બીયર અને ટ્રક કીમત રૂ ૧૦ લાખ તેમજ મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ મળીને કુલ રૂ ૩૪,૦૮,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી ટ્રક ડ્રાઈવર ખેતારામ ઠાકુરામ માજીરાણા (ઉ.વ.૪૦) રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે અને ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે દારૂનો જથ્થો કોને મંગાવ્યો હતો અને કોને આપવા જવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે