


મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સંગીતાબેન રૈયાણીના અધ્યક્ષસ્થાને આજે સંકલન બેઠક મળી હતી જેમાં ડેપ્યુટી કમિશ્નર, તમામ વિભાગના વડાઓ અને સંબંધિત કર્મચારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
મહાનગરપાલિકા સંકલન બેઠકમાં ગત સંકલન બેઠકમાં રજુ થયેલ એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી તે ઉપરાંત અગાઉ ગ્રામ પંચાયતના સ્વ ભંડોળ કામો અને ૧૫ માં નાણાપંચના કામોની વિગતો મેળવી ચર્ચા કરવામાં આવી હતી અને કામો પૂર્ણ થયા હોય તેની નોંધ લેવામાં આવી હતી તે ઉપરાંત મહાપાલિકા હદ વિસ્તારમાં સમાવિષ્ટ ગામોમાં વ્યાજ માફી રજૂઆત મુદે કમિશ્નરે જણાવ્યું હતું કે તત્કાલીન કમિશ્નર સ્વપ્નીલ ખરેએ આ મુદે આદેશ કર્યા હતા તેની અમલવારી કરવામાં આવી રહી છે
નવા વિસ્તારમાં ઝોનિંગ કરી સમાવિષ્ટ ગામોમાં વેરા વસુલાત કામગીરી કરવામાં આવી રહી છે વેરા વસુલાત સમયે સોગંધનામાં લેવાય છે તેમાં સરળતા લાવી સકાય તે માટે રજૂઆતને ધ્યાને લઈને ચર્ચા કરવામાં આવી હતી સોગન્ધ્નામાંનો હેતુ મિલ્કત આકારણીના હક કે રેગ્યુલાઇઝેશન ન ગણવામાં આવે તેવો હોવાનું કમિશ્નરે જણાવ્યું હતું
રખડતા ઢોર મુદે કમિશ્નર આકરા પાણીએ, માલિકીના પશુ મામલે કડક કાર્યવાહીની ચીમકી
મોરબીમાં રખડતા ઢોરનો ગંભીર પ્રશ્ન જોવા મળી રહ્યો છે જે મામલે કમિશ્નર સંગીતાબેન રૈયાણીએ જણાવ્યું હતું કે તંત્રએ ૨૫૦૦ ગામો પાંજરાપોળમાં મૂકી છે અને ૩૫૦૦ નંદીના આઈડેનટીફીકેશન કરાયું છે જેમાં ૧૦૦૦ નંદી મહાપાલિકા સંચાલિત નંદીઘરમાં રાખવામાં આવ્યા હતા હાલ ૨૫૦ થી વધુ નંદી છે ઢોર પકડવાની કામગીરી સતત ચાલુ છે નંદી ઘર પ્રશ્નને પગલે થોડો સમય સ્થગિત થઇ હતી જે ફરી શરુ કરી દેવામાં આવી છે રખડતા ઢોર માલિકીના હોવાનું ધ્યાને આવ્યું છે ત્યારે માલિકીના ઢોર રોડ પર છુટા મુકનાર ઢોર માલિકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે માલિકીના ઢોર પકડાશે તો પ્રથમ વખત દંડ ફટકારાશે બાદમાં આવી પ્રવૃત્તિ સતત ચાલુ રાખનારના ઢોર કબ્જામાં લેવામાં આવશે