નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમનો અમલ, ઈ ચલણ પ્રક્રિયામાં ફેરફાર અંગે જાણો…


૧૨ ઓગસ્ટ ૨૦૨૬ થી નેક્સ્ટ જનરેશન ઈ ચલણ સીસ્ટમનો અમલ શરુ થયો છે જે અમલ માર્ગ પરીવાહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ જાહેર કરાયેલા G.S.R. ૪૮ (E) મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમો ૧૯૮૯ માં કરવામાં આવેલ છે
સુધારેલા નિયમ ૧૬૭ મુજબ ઈલેક્ટ્રોનિક ઈ ચલણ અધિકૃત ઈલેક્ટ્રોનિક માધ્યમ (ઈ પોસ્ટ દ્વારા) થી ૩ દિવસની અંદર તથા ભૌતિક માધ્યમ (સ્પીડ પોસ્ટ દ્વારા) થી ૧૫ દિવસની અંદર RTO ડેટા મુજબના એડ્રેસ પર પહોંચાડવામાં આવી સકે છે ટ્રાફિક નિયમનો ભંગ કરનારને ઈ ચલણ મળ્યેથી ઈ ચલણ ખરાઈ કરતા ચલણ સાચું ઈશ્યુ થયેલ હોય તો ઈ ચલણની રકમ જનરેટ થયાની તારીખ ૪૫ દિવસની અંદર નાગરિકે ચલણની રકમ ચુકવવાની રહેશે અથવા ઈશ્યુ થયેલ ઈ ચલણ સામે વાંધો હોય તો દસ્તાવેજી પુરાવા સાથે https://echallan.parivahan.nic.in સાઈટ પર ગ્રીવન્સ (વાંધા અરજી) રજીસ્ટર કરી ઈ ચલણને પડકારવાનું રહેશે