વાંકાનેર : જોધપર ગામે ઝઘડા બાબતે અરજીનો ખાર રાખી દંપતીએ મહિલાને માર માર્યો

 

જોધપર ગામમાં નાની નાની બાબતે ઝઘડો કરનાર મહિલા વિરુદ્ધ અરજી આપ્યાનો ખાર રાખી દંપતીએ મહિલાને પાઈપ વડે માર મારી તેમજ ભત્રીજા વહુને લાકડી વડે મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

 

વાંકાનેર તાલુકાના જોધપર ગામના રહેવાસી નાગલબેન વાલજીભાઈ રાઠોડ (ઉ.વ.૪૫) નામના મહિલાએ આરોપીઓ ભાવુબેન કિશનભાઈ સોલંકી અને કિશનભાઈ સોલંકી રહે બંને જોધપર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભાવુબેન વિરુદ્ધમાં અગાઉ નાની નાની બાબતમાં ઝઘડાઓ અને ગાળાગાળી કરવા બાબતે અરજી આપી હતી જેનો ખાર રાખી આરોપી ભાવુબેન અને કિશનભાઈ સોલંકીએ નાગલબેનના ઘર પાસે ચોકમાં ઝઘડો કરી પ્લાસ્ટિક પાઈપ વડે નાગલબેનને તેમજ લાકડી વડે ફરિયાદીના ભત્રીજા વહુને માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.