

જુના ઈશનપુર ગામમાં જમવા ગયા હતા જ્યાં ફરિયાદી યુવાનને ઘરે જમવાનું કહેતા યુવાને ના પાડી હતી જે સારું નહિ લાગતા ત્રણ ઇસમોએ યુવાનને માર મારી ઈજા કરી હતી તેમજ ગાળો આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે
હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામે રહેતા હરસિદ્ધચંદ્ર લઘાભાઈ મકવાણા (ઉ.વ.૨૯) નામના યુવાને આરોપીઓ લાલા પરમાર, હીરાભાઈ ડાયાભાઇ સોલંકી અને સુનીલ ગોવિંદ પરમાર એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી હરસિદ્ધચંદ્ર આરોપી લાલભાઈ પરમારના ભાઈ સાથે આરોપીના ઘરે જમવા ગયો હતો અને આરોપીએ ફરિયાદીને ઘરે જમવાનું કહેતા ના પાડી હતી જે સારું નહી લાગતા લાલા પરમારે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકા પાટું માર માર્યો હતો તેમજ ઈંટ હાથમાં રાખી છાતીના ભાગે મારી હતી તેમજ અન્ય બે ઇસમોએ ગાળો આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે