માળિયા ફાટક પાસે રીક્ષામાં ઓછા ભાવે મુસાફર લઇ જવા બાબતે મારામારી, છરી વડે ઈજા

 

માળિયા ફાટક પાસે ઓછા ભાવે રીક્ષામાં મુસાફર લઇ જવા બાબતે બે ભાઈઓએ યુવાન સાથે બોલાચાલી કરી છરી વડે માથામાં મારી ઈજા કરી તેમજ મોઢાના ભાગે ફ્રેકચર ઈજા કરી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

મોરબીના કાંતિનગરમાં રહેતા આશીફભાઈ રજાકભાઈ કોલીયા (ઉ.વ.૨૩) નામના યુવાને આરોપીઓ સલીમ ગુલામ કાદર અને હાજી ગુલામ કાદર રહે બંને કાંતિનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે માળિયા ફાટક પાસે ફરિયાદી રીક્ષામાં પેસેન્જરને ઓછા ભાવે લઇ જતા હોવા બાબતે બંને આરોપી ભાઈઓએ ગાળો આપી ધોકા વડે શરીરે માર મારી છરી વડે માથામાં ઈજા કરી હતી અને મોઢાના ભાગે ફ્રેકચર ઈજા કરી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે

 

 

Leave A Reply

Your email address will not be published.