હળવદ-માળિયા પોલીસે જપ્ત કરેલ ૩.૦૮ કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો

 

હળવદ અને માળિયા પોલીસ મથક દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ના વર્ષમાં અલગ અલગ રેડમાં ઝડપી લીધેલ ૩.૦૮ કરોડની કિમતની કુલ ૭૦,૯૩૭ ઈંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કર્યો હતો

 

સરહદી રેંજ, ભુજ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, જીલ્લા પોલીસવડા મુકેશ પટેલ અને ડીવાયએસપી એસ એચ સારડા અને ડીવાયએસપી જે એમ આલ દ્વારા દેશી-વિદેશી દારૂનો જથ્થો નાશ કરવાની સુચના અન્વયે હળવદ પોલીસ અને માળિયા (મી.) પોલી મથક દ્વારા આજે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો

 

વર્ષ ૨૦૨૫-૨૫૬ ના વર્ષમાં હળવદ પોલીસના કુલ ૬૭ ગુનામાં ઝડપી લીધેલ દારૂ-બીયર નંગ ૩૫,૪૪૬ કીમત રૂ ૧,૦૮,૯૮,૨૬૬ અને માળિયા પોલીસ મથકના ૨૨ ગુનામાં ઝડપાયેલા દારૂની બોટલ નંગ ૩૫,૪૯૧ કીમત રૂ ૧,૯૯,૮૯,૦૮૮ મળીને કુલ દારૂની બોટલ.ટીન નંગ ૭૦,૯૩૭ કીમત રૂ ૩,૦૮,૮૭,૩૫૪ ના મુદામાલનો આજે હળવદના સુખપર ગામની સીમમાં ડેમ જવાના રસ્તે નાશ કરવામાં આવ્યો હતો પોલીસ, રેવન્યુ અને નશાબંધી વિભાગના અધિકારીની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો

 

Leave A Reply

Your email address will not be published.