મોરબી : ઓનલાઈન ફ્રીજ ખરીદ્યું અન ઠંડક ના મળી, ગ્રાહક અદાલતે ફ્રીજ બદલવા અથવા રૂપિયા પરત આપવા કર્યો આદેશ

            મોરબીના રહેવાસી યુવાને ઓનલાઈન ફ્રીજ ખરીદી કર્યું હતું પરંતુ બરોબર ઠંડક આપતું ના હોવાથી ગ્રાહક અદાલતમાં કેસ કર્યો હતો અને ગ્રાહક અદાલતે ગ્રાહકને રૂપિયા ૪૫,૯૯૯ અને ગેરંટી પીરીયડના ખર્ચના સહીત કુલ રૂ ૫૧,૦૨૨ અને ૧૦ હજાર કેસ ખર્ચના વ્યાજ સાથે ચુકવવા કંપનીને આદેશ કર્યો છે

 

            જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વતની રક્ષિતભાઈ વાલજીભાઈ કાવરે ઓનલાઈન કલાઉડેરલ કંપની પાસેથી રૂ ૪૫,૯૯૯ માં ફ્રીજ ખરીદી કર્યું હતું અને બરાબર ઠંડક ના આપતું હોવાથી ફ્રીજ એમેઝોન કંપનીના વિક્રેતાને ફ્રીજ જરાપણ ઠંડક ના આપતું હોવાની વારંવાર ફરિયાદ કરી હતી પરંતુ કોઈ જવાબ આવ્યો નથી અને બદલવાનું કહેતા મોડલ કંપની પાસે નથી અને પરત આપવાનું કહેતા રૂ ૫૮૪૭ પરત લઈએ તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો

 

            રક્ષિતભાઈને અન્યાય થતા તેઓ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો અને અદાલતે કંપનીને રક્ષિતભાઈને ફ્રીજ નવું બદલાવી આપવું જોઈ કંપની પાસે ન હોય તો રક્ષિતભાઈને મોબાઈલથી ૪૫,૯૯૯ પરત આપવા અને ગેરંટી પીરીયડમાં જે ખર્ચાન ૫૦૨૩ પરત આપવા કુ ૫૧,૦૨૨ અને ૧૦ હજાર ખર્ચના કેસ દાખલ કર્યાની તારીખથી ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવા આદેશ કર્યો છે 

Leave A Reply

Your email address will not be published.