મોરબી બાયપાસ નેશનલ હાઈવે નં ૨૭ નિર્માણ અન્વયે જમીન સંપાદન સામે વાંધા રજૂઆત

અરજદારે જીલ્લા કલેકટરને લેખિત આવેદન પાઠવી રજૂઆત કરી

 

 

મોરબી બાયપાસ નેશનલ હાઈવે નં ૨૭ ના નિર્માણ અન્વયે જમીન સંપાદન સામે હળવદ તાલુકાના રાતાભેર ગામના રહેવાસી ખોડાભાઈ હેમુભાઈ દ્વારા જીલ્લા કલેકટરને વાંધા રજૂઆત અને સ્પષ્ટીકરણ માંગવા રજૂઆત કરવામાં આવી છે

જે રજૂઆતમાં જણાવ્યું છે કે કચેરીની નોટીસ મોરબી બાયપાસ નેશનલ હાઈવે ૨૭ રાષ્ટ્રીય રાજમાર્ગ અધિનિયમ ૧૯૫૬ અંતર્ગત મળી છે જેમાં વાંધા રજુ કરતા જણાવ્યું છે કે અમારી સંમત્તિ આપ્યા વગર ફળદ્રુપ જમીન પર હાઈવે રોડ બનાવવા માટે કેન્દ્ર/ રાજ્ય સરકાર દ્વારા જે જમીન સંપાદન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેની સામે વિરોધ છે જમીનનું સંપાદન બળજબરીથી કે અમારી મંજુરી વગર ના થાય તેની યોગ્ય ખાતરી આપવામાં આવે અને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે તે મુજબ સરકારે સહકાર આપવો.

વાંધા અરજી એવી હતી કે મોરબી બાયપાસ NH ૨૭ જે જે ગામમાંથી નીકળે છે તે તમામ ગામના લોકોએ ગામ સભા બોલાવી ગામ સભામાં એવું ઠરાવેલ છે કે રોડ આ જગ્યાએ બનાવવામાં આવે તો હજારો વીઘા જમીન સંપાદિત થતા ખેડૂતોનું હિત જોખમાય તેમ છે તમામ ખેડૂતોની આજીવિકા ઉપર ગંભીર અસર પડે તેમ છે તે માટે ચર્ચા વિચારણા કરી તે રોડ કેન્સલ કરવા અને અન્ય વિકલ્પ પસંદ કરવા વાંધા અરજી કરી હતી આ સાથે વ્યક્તિગત પણ વાંધા અરજી કરી હતી તેમજ આપેલ વિકલ્પ પસંદ કરવાથી હજારો વીઘા જમીન સંપાદન થતી બચી જશે અને ઓછા ખર્ચે મોરબી બાયપાસ રોડ બની સકે તેમ છે

Leave A Reply

Your email address will not be published.