હળવદના જુના અમરાપર નજીક ટ્રેક્ટર પલ્ટી જતા ટ્રેક્ટર ચાલકનું મોત

 

જુના અમરાપર ગામ નજીક પરપ્રાંતીય યુવાન ટ્રેક્ટર ચલાવી જતો હતો ત્યારે કોઈ કારણોસર ટ્રેક્ટર પલટી મારી ગયું હતું અને નીચે દબાઈ જતા ચાલકનું મોત થયું હતું હળવદ પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

હળવદના મયાપુર ગામના રહેવાસી રવજીભાઈ જેઠાભાઈ કણઝરીયાએ આરોપી અરવિંદભાઈ ભૂરસિંગભાઈ મસાણીયા (ઉ.વ.૨૮) રહે હાલ જુના અમરાપર ગામની સીમ મૂળ રહે એમપી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૦ જુલાઈના સવારના સાડા સાતથી આઠ વાગ્યાના અરસામાં અરવિંદભાઈ મસાણીયા ટ્રેક્ટર જીજે ૧૩ એમ ૨૬૪૫ લઈને જુના અમરાપર ગામથી ચાડધ્રા તરફ જતા હતા ત્યારે કોઈ કારણોસર ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ જતા શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું હળવદ પોલીસે અકસ્માતના બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.