



મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પરિણામે જિલ્લાના જીવાદોરી સમાન મચ્છુ-૨ જળાશયમાં નવા નીરની આવક થતાં ડેમ સંપૂર્ણપણે (૧૦૦%) ભરાઈ ગયો છે. મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે પીવાના પાણી અને સિંચાઈની સમસ્યા હળવી બનશે જેથી ડેમને વધાવવા માટે મચ્છુ-૨ ડેમ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિ શાસ્ત્રોક્ત વિધિથી જળપૂજન અને નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.
આ અવસરે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે અને મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણીએએ ઉપસ્થિત રહી શ્રીફળ વધેરી અને પુષ્પવૃષ્ટિ કરી નવા જળરાશિનું ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું.


