હળવદમાં મોડી રાત્રે ધોધમાર સવા ઇંચ વરસાદ, બ્રાહ્મણી ૨ ડેમ ૯૦ ટકા ભરાઈ જતા એલર્ટ જાહેર

            મોરબી શહેરમાં બુધવારે દિવસ દરમિયાન દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો તો મોડી રાત્રીના હળવદ પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો હતો અને રાત્રે ૧૨ થી ૨ દરમિયાન હળવદ પંથકમાં સવા ઇંચ વરસાદ નોંધાયો હતો

 

            હળવદ પંથકમાં રાત્રીના ૧૨ થી ૨ દરમિયાન ૨૯ મીમી અને ૨ થી ૪ સુધીમાં ૨ મીમી એમ કુલ ૩૧ મીમી સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો છેલ્લા ૨૪ કલાકમાં મોરબી અને હળવદને બાદ કરતા અન્ય ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો હળવદનો શક્તિ સાગર (બ્રાહ્મણી ૨) ડેમ રૂલ લેવલ મુજબ ૯૦ ટકા ભરાઈ ગયો છે તે ઉપરાંત પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઇ છે

 

           જેથી નીચાણવાળા ગામો જેવા કે સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર અને માનગઢ એમ નવ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા અને ઢોરને નદીના પટમાં ન જવા દેવા અને સલામત સ્થળે ખસેડવા સુચના આપવામાં આવી છે

 

Leave A Reply

Your email address will not be published.