જામનગરમાંથી પાંચ માસ પૂર્વે બાઈક ચોરી કરનાર ઈસમને મોરબી એલસીબી ટીમે ઝડપી લીધો

 

જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પાંચ માસ પૂર્વે બાઈક ચોરીને અંજામ આપનાર ઈસમને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને ચોરાઉ બાઈક રીકવર કબ્જે લીધું છે

 

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ ઓકટ્રી હોટેલ સામેથી એક બાઈક ચાલક શંકાસ્પદ લાગતા મોટરસાયકલ રોકી કાગળો માંગતા તેની પાસે નહિ હોવાનું જણાવતા બાઈક માલિકી બાબતે ખરાઈ કરી વિશેષ પૂછપરછ કરતા તેને પોતાના ભત્રીજા વિજય અજય ઉર્ફે ભદાભાઇ સલાટ રહ જાંબુડિયા તા. મોરબી વાળા પાસેથી લીધાની હકીકત જણાવી હતી મોટરસાયકલ બાબતે પોકેટકોપમાં સર્ચ કરતા જામનગર સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જેથી એલસીબી ટીમે આરોપી માલાભાઈ કાળુભાઈ બરવાડિયા/સલાટ (ઉ.વ.૩૦) રહે નવા જાંબુડિયા શક્તિપરા તા. મોરબી વાળાને ઝડપી લઈને બાઈક જીજે ૧૦ બીડી ૮૬૦૫ કીમત રૂ ૨૦,૦૦૦ રીકવર કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે

 

Leave A Reply

Your email address will not be published.