જેતપર ગામે ઉપવાસી છાવણીમાં ગુજરાતના ૧૨ જીલ્લાના ખેડૂતો અને સરપંચોની બેઠક મળી

ખેડૂત આંદોલન પાર્ટ ૩ શરુ કરવા માટે મીટીંગનો સિલસિલો યથાવત

 

મોરબીના જેતપર ગામે આંદોલન પાર્ટ ૨ પૂર્ણ કર્યા બાદ આંદોલન પાર્ટ ૩ શરુ કરવા માટે બે દિવસ સમગ્ર ગુજરાતના ખેડૂતોની મીટીંગ રાખવામાં આવી હતી જેમાં તા. ૦૮ ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જીલ્લાના ખેડૂતો બાદ ગત રાત્રીના ગુજરાત, ઉત્તર અને દક્ષીણ ગુજરાતના ૧૨ જીલ્લાના ખેડૂતો અને સરપંચોની મીટીંગ મળી હતી

 

ગત તા. ૦૯ ના રાત્રીના જેતપર ઉપવાસી છાવણી ખાતે સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા એમ ૧૨ જીલ્લાના ખેડૂતો અને સરપંચોની મીટીંગ મળી હતી જે મીટીંગમાં ખેડૂતો અને સરપંચો પાસેથી સૂચનો એકત્ર કરીને આંદોલનની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે તેમજ ગુજરાત સ્તરની એક કમિટી બનાવવા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

 

Leave A Reply

Your email address will not be published.