પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને સ્વાદિષ્ટ ભોજન પીરસી સેવાની જ્યોત જલાવી

 

પાટીદાર વુમન્સ પાવર  ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક સેવાની સરવાણી વહાવી વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવી આશીર્વાદ મેળવ્યા હતા

પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ મેડિકલ કેમ્પ, મોટીવેશન સેમિનાર, રક્તદાન કેમ્પ, નબળા વર્ગના લોકોને જરૂરી ચીજ વસ્તુઓ આપવી સહિતની સેવા કરી રહ્યા છે ત્યારે ગ્રુપના સભ્ય ચંદાબેન ઓમપ્રકાશભાઇ કાબરાના સહયોગ દ્વારા ઘરેથી રસોઈ બનાવી મોરબીના શંકર આશ્રમ નજીક આવેલ માં બા વૃધ્ધાશ્રમ માં વડીલોને શુધ્ધ અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું.વડીલોએ આનંદભેર સ્વાદિષ્ટ ભોજનની મજા માણી ને પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્યોને  વધુ ને વધુ સેવાકિય કર્યો કરતા રહો તેવા આશીર્વાદ આપ્યા હતા.

પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના આ સેવાકીય કાર્યમાં સાધનાબેન ઘોડાસરા, કાજલબેન આદ્રોજા, ચંદાબેન કાબરા, આશાબેન ભાલોડિયા અને અલ્પાબેન કાસુન્દ્રા સહિતના સભ્યો સેવાના સહભાગી બન્યા હતા.

 

Leave A Reply

Your email address will not be published.