મોરબીની સબજેલ ફરી વિવાદમાં, જેલની તપાસ દરમિયાન વધુ બે મોબાઈલ મળી આવતા ખળભળાટ

જ્યારે પણ ચેકિંગ થાય ત્યારે મોબાઈલ સહિતની વસ્તુઓ મળી આવે, સબ જેલ પ્રશાસન કામગીરી સામે ઉઠતા સવાલો

 

મોરબીની સબ જેલમાં જયારે પણ ચેકિંગ કરવામાં આવે છે ત્યારે મોબાઈલ સહિતની પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળતી રહે છે ગઈકાલે સબ જેલમાં ચેકિંગ દરમિયાન વધુ બે મોબાઈલ મળી આવતા જેલ પ્રશાસન કામગીરી સામે સવાલો ઉભા થયા છે હાલ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી છે

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ ઝોન કચેરીમાં ફરજ બજાવતા સુબેદાર કાનજીભાઈ એલ સાંબડે અજાણ્યા ઇસમ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ ઝોનની સુચના અન્વયે ટીમ સરકારી વાહન લઈને તા. ૨૪ ના મોડી સાંજે મોરબી સબ જેલ આવી હતી અને સબ જેલની ઝડતી ચકાસણી કરવામાં આવી હતી દરમિયાન જેલના સર્કલ નંબર ૦૧ માં આવેલ મંદિરમાં ટીંગાળેલ લાલ કલરની થેલીમાંથી કીપેડ મોબાઈલ નંગ ૦૧ મળી આવ્યો હતો તેમજ સર્કલ નં ૨૨ માં આવેલ બેરેક નં ૦૩ માં આવેલ લોબીના ઇલેક્ટ્રિક બોર્ડના ઉપરના ભાગે ઝડતી કરતા વાઈરીંગ ભાગેથી કીપેડ મોબાઈલ નંગ ૦૧ મળી આવ્યો હતો જે બંને બિનવારસી મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા હતા અને બેરેક ૩ માં રહેલ ૪૨ કાચા આરોપીને મોબાઈલ કોનો છે પૂછતાં કોઈએ કબુલ કર્યું ના હતું

 

આમ મોરબી સબ જેલમાં ઝડતી તપાસ દરમિયાન કીપેડ વાળા બે મોબાઈલ મળી આવ્યા હતા જેથી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે પોલીસે ફરિયાદ નોંધી જેલમાં પ્રતિબંધિત મોબાઈલ ફોન કોના છે અને ક્યાંથી આવ્યા છે કોઈ કેદીએ તેનો ઉપયોગ કર્યો છે કે નહિ તેમજ મોબાઈલ દ્વારા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવી છે કે નહિ, પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર કેવી રીતે ઘુસાડવામાં આવી સહિતની તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.