મોરબી એસ.ટી. ડેપો ખાતે યોજાયેલા વિશેષ હેલ્થ કેમ્પમાં ૧૪૫થી વધુ એસ.ટી. કર્મચારીઓ-અધિકારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ

 

દેશને ક્ષયમુક્ત કરવાના ઉમદા આશય સાથે કાર્યરત ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત મોરબીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા ક્ષય અધિકારીના સંયુક્ત માર્ગદર્શન હેઠળ મોરબીના નવા બસ સ્ટેન્ડ (એસ.ટી. ડેપો) ખાતે એક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. “જન જન કા રખે ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન” ની રાષ્ટ્રીય થીમ હેઠળ યોજાયેલા આ કેમ્પમાં એસ.ટી. નિગમના અંદાજીત ૧૪૫ થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓએ ભાગ લઈ પોતાની આરોગ્ય તપાસ કરાવી હતી.

 

વનરેબલ ગ્રૂપ ધરાવતા નાગરિકોમાં ટીબીનું ત્વરિત નિદાન અને સત્વરે સારવાર શરૂ કરવાના મુખ્ય હેતુ સાથે આયોજિત આ કેમ્પમાં સેન્ટ્રલ ટીબી ડિવીઝન, ન્યૂ દિલ્હી દ્વારા ફાળવવામાં આવેલા આધુનિક ડિજિટલ પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા એસ.ટી. સ્ટાફના છાતીના એક્સ-રે પાડવામાં આવ્યા હતા. આ સાથે જ કેમ્પ દરમિયાન ઉપસ્થિત કર્મચારીઓનું ટીબી-લેપ્રસી સ્ક્રીનીંગ, બ્લડ પ્રેશર (બી.પી.), ડાયાબીટીસ અને જનરલ હેલ્થ ચેકઅપ પણ સ્થળ પર જ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યું હતું.

 

Leave A Reply

Your email address will not be published.