હાસ્ય કલાકાર હકાભા ગઢવી ખેડૂતોના સમર્થનમાં, તમામ ડાયરા ફ્રીમાં કરવાની જાહેરાત 

વધુ એક આંદોલનકારીની તબિયત લથડી

 

મોરબી તાલુકા જેતપર ગામે ખેડૂતો વળતર સહિતની માંગ સાથે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે જેમાં મહિલાઓ અને બાળકો પણ જોડાઈ ગયા છે જેતપર ગામે પ્રતિદિન અલગ અલગ કાર્યક્રમો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં ગત રાત્રીના જેતપર ગામે હકાભા ગઢવીના ડાયરામાં વિશાળ જનમેદની ઉમટી પડતા જગ્યા ઓછી પડી ગઈ હતી હજારોની ભીડ ડાયરામાં જોવા મળી હતી

જેતપર ગામે ઉપવાસ આંદોલનમાં અગાઉ એક આંદોલનકારીની તબિયત લથડી હતી તો આજે આંદોલનના પાંચમાં દિવસે નીલેશ એરવાડિયાની તબિયત લથડી હતી જેથી તેને તુરંત સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો તો ખાનગી કંપનીની દાદાગીરી હજુ પણ જોવા મળી રહી છે કંપની દ્વારા ખેડુતના ખેતરમાં ક્રોન્ક્રિત માલનો ગોળો ઠાલવવામાં આવી રહ્યો છે જેના વિડીયો ખેડૂતોએ જાહેર કરી ખંગની કંપનીની દાદાગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી

જેતપર ગામે જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીનો ડાયરો યોજાયો હતો જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મંચ પરથી હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ ખેડૂતોને સમર્થન જાહેર કરી ખેડૂતો માટે જેટલા ડાયરા કરવા પડે તે તમામ ડાયરા ફ્રી કરશે તેમ જણાવ્યું હતું હકાભા ગઢવીએ ખેડૂતોને સરકાર યોગ્ય વળતર આપે અને ખેડૂતોનો અવાજ સાંભળે તેવી રજૂઆત કરી હતી તેમજ પક્ષમાં હોય તે બોલી સકતા નથી તેવો કટાક્ષ કર્યો હતો

 

ખેડૂતોના પ્રશ્નોનો કાયમી નિકાલ કરવા મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી : મંત્રી કાન્તીભાઈ અમૃતિયા

 

મોરબીના ધારાસભ્ય અને મંત્રી કાન્તીભાઈ અમૃતિયાના વતન જેતપર ગામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને મંત્રીના સગા ભાઈ પણ આંદોલનમાં જોડાયા છે ત્યારે મંત્રી કાન્તીભાઈ અમૃતિયાએ ખેડૂતોના વળતર પ્રશ્ને જણાવ્યું હતું કે ખેડૂતોને યોગ્ય વળતર મળે અને કાયમી ઉકેલ આવે તે માટે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રી સહિતના અગ્રણીઓ સાથે કાન્તીભાઈ અમૃતિયાએ મીટીંગ કરી હતી ગાંધીનગર ખાતે મીટીંગમાં ખેડૂતોના પ્રશ્ને ચર્ચા કરી હતી કાન્તીભાઈએ વધુ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાને ૯૮૦ ભાવ મળે છે અન્ય સ્થળે ૪૮૦ મળે છે મોરબી જીલ્લો ઉદ્યોગ હબ હોવાથી જમીન ભાવો વધુ છે અને ખેડૂતોને વળતર મળે તે માટે બુધવારે મીટીંગ કરી હતી ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા સરકાર હકારાત્મક છે અને સરકાર ખેડૂતોના હિતને ધ્યાને લે છે અંતમાં કોઈના કહેવાથી શુળીએ ચડવાની જરૂર નથી તેવી ટકોર પણ કરી હતી

 

Leave A Reply

Your email address will not be published.