



વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ ખાતે મોરબી મહાનગર પાલીકાના નવનિયુક્ત મેયર ઉતમભાઈ સુરાણી, ડે.મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા સહીતના મોરબી મહાનગર પાલીકા ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત પદાધિકારીઓ દ્વારા પૂ.જલારામ બાપાની આરતી ઉતારી પૂ.જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવી પૂ.જલારામ બાપા ની આરાધના કરી હતી, તે ઉપરાંત મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં નવનિયુક્ત પદાધિકારીઓ દ્વારા પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કરી ધન્યતા અનુભવી હતી. મોરબી જલારામ ધામના અગ્રણીઓ દ્વારા નવનિયુક્ત મેયર, ડે.મેયર તથા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.
આ તકે મોરબી મહાનગરપાલીકા વોર્ડ નં-૭ ના કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, જયેશભાઈ દેસાઈ (દંડક-મોરબી મનપા), મમતા બેન ઠાકર, જલ્પાબેન સોનગ્રા ઉપરાંત ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, સી.ડી.રામાવત, પરેશભાઈ તન્ના, કીશોરભાઈ ચંડીભમર, નંદલાલભાઈ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ કંઝારીયા, નરેન્દ્રભાઈ મહેતા, અનીલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, હીતેશ જાની, જીજ્ઞેશભાઈ પોપટ, નેહલભાઈ કોટક, નરેન્દ્રભાઈ રાચ્છ, જયંતભાઈ રાઘુરા,સંજય હીરાણી, રમણીકલાલ ચંડીભમર, પ્રવિણભાઈ ખખ્ખર, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ,સંજય હીરાણી, કૌશલભાઈ જાની,મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, નરશીભાઈ રાઠોડ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોરબી મહાનગરપાલીકાના નવનિયુક્ત પદાધિકારીઓનું અભિવાદન કરી શુભકામનાઓ પાઠવી હતી.

