મોરબી જૈન સંઘના આંગણે ઐતિહાસિક આનંદોત્સવની ઉજવણી કરવામાં આવી.

 

પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી,  ડો. શ્રી નિરંજન મુનિજી આદિ ઠાણાની નિશ્રામાં શ્રી સોની બજાર સ્થા. જૈન સંઘ મોરબીના આંગણે આજરોજ જેઠ સુદ પૂનમ તા.૩૧ – મે નો દિવસ ઐતિહાસિક બની ગયો. ૧૬ માસ થી સળંગ ૧૨૫ અઠ્ઠમ ના વર્ષીતપના તપસ્વિની શ્રી વિજેતા કુમારીજીને “તપ તેજસ્વિનીજી”  ની વિશેષ પદવી આપી બહુમાન કરવા માં આવ્યું,  વિજેતાજી આર્યાજી એ અત્યાર સુધી માં સિદ્ધિ તપ, ૧૬ ભથ્થું, નવાઈ, અઠ્ઠાઈ, ઉપવાસ, એકાસણું, આયંબિલ જેવી ઊગ્ર તપશ્ચર્યા ઓ કરી હોય તે બદલ ખાસ પદવી આપવા માં આવી હતી.

વિજેતાજી આર્યાજીને રસપાન કરાવવાનો ઉછામણીમાં પ્રથમ લાભ તેમનાં સંસારી માતુશ્રી ભદ્રાબેન પ્રાણલાલ શેઠ પરિવાર મલાડ ધંધુકા વાળાએ લીધો હતો, આ પ્રસંગે મોરબી મહાનગર પાલિકા મેયર તથા અન્ય મહાનુભાવો અનેક સંઘોના પ્રતિનિધિઓ પ્રદીપભાઈ વોરા, દીપકભાઈ મહેતા (રીકોન), ગોવિંદભાઈ વરમોરા, સમીરભાઈ મહેતા તેમજ બહાર ગામથી અનેક મહેમાનો ખાસ પધાર્યા હતા. આ સાથે શ્રી આરતી કુમારી આર્યાજીને પણ રસપાન સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મોરબી આસપાસના વિહાર ધામના સેવાર્થીઓનું સંઘ તરફથી ખાસ સન્માન કરાયું હતું.

૪ દિવસ થી ચાલતા આ તપોત્સવ, પદોત્સવ, રસોત્સવ,  ચારિત્રોત્સવ માં મંડળ ની બહેનો એ સુંદર ભક્તિ અભિવાદન નૃત્ય કરેલ, તેમજ નાના બાળકો બાલિકા ઓ દ્વારા સુંદર નૃત્ય કરવાં માં આવેલ. આજે મુમુક્ષુ ભાવના બેન અજમેરા (પૂના) વાળાની દીક્ષાર્થી તરીકે તાલિમ લેવાની “આજ્ઞા પત્રિકા” પણ થઈ હતી . આ પ્રસંગે શ્રી તરલા કુમારી આર્યાજી, શ્રી આરાધનાજી આર્યાજી, શ્રી ધૃતિ કુમારી આર્યાજી, શ્રી કોમલજી આર્યાજી (બંને), શ્રી ભદ્રતાજી,  ધીરતાજી આર્યાજી આદિકુલ ૨૮ ઠાણા ઉપસ્થિત હતા.

શ્રી સ્થા . જૈન સંઘ સોની બજાર મોરબીના પદાધિકારીઓ પ્રમુખ શ્રી નવીનભાઈ દોશી, અશોક ભાઈ, યોગેશભાઈ, કેતનભાઈ, ઊર્મિલાબેન તેમજ મહિલા મંડળ યુવક મંડળ વિ.એ સુંદર વ્યવસ્થા કરી હતી. ટ્રસ્ટી શ્રી હસમુખ દોશીએ અનુમોદના સાથે પ્રસ્તુત કરેલ.

 

Leave A Reply

Your email address will not be published.