

મોરબી મહાનગરપાલિકા હદવિસ્તારમાં આવેલ મહેન્દ્રનગર વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ તથા સુવ્યવસ્થિત નગર વિકાસને પ્રાથમિકતા આપતાં સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ નેટવર્કના અંદાજિત રૂ. ૩.૮૧ કરોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ વિકાસકાર્ય પૂર્ણ થતાં વિસ્તારના નાગરિકોને વધુ સુવિધા, સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓનો લાભ મળશે તેમજ વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે. આ અવસરે વોર્ડ નંબર – ૦૩ના કોર્પોરેટર જીગ્નેશભાઈ કૈલા, ભૂપેન્દ્રભાઈ જારીયા, અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, રમાબેન બોપલીયા, પૂર્વ કાઉન્સિલર પ્રકાશ ચબાડ તેમજ સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.






