શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા ગાંધીનગરમાં 24 મીએ મહાઅધિવેશન યોજાશે  

ગુજરાત  મુંબઇથી  જીલ્લાઓ-તાલુકાઓ માથી  ગોસ્વામી સમાજને ઉમટી પડવા હાકલ   6000 થી વધુ સમાજના લોકો હાજરી આપશે

 

મોરબી શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહા મંડળ  ગુજરાત દ્વારા ગોસ્વામી સમાજ નું વિશાળ મહા અધિવેશન ગાંધીનગર ખાતે તા 24 / 5 /2026 રોજ રવિવારે સવારે 9 થી બપોર. 3 સુધી મોદી સમાજ ની વાડી ( મોઢ ભવન) રાંધેજા પેથાપુર રોડ ગાંધીનગર માં યોજાશે આ વિશાળ મહા અધિવેશન માં સૌરાષ્ટ્ર ગુજરાત મુંબઈ ના વિવિધ જીલ્લા તાલુકાઓ માથી 6000 થી ગોસ્વામી સમાજ ઉમટી પડશે જેમાં સમાજ ની એકતા સંગઠન શકિત પ્રદર્શનનો ત્રિવેણી સંગમ  જોવા મળશે

આ અધિવેશનમા દાતાઓને સમાજના એવોર્ડ વિજેતાઓ સહીત મહાનુભાવોનું સન્માન કરવામા આવશે આ અધિવેશનમાં સમાજને સરકારના વિવિધ યોજના લાભો થઈ વંચિત રાખવામા આવે છે તે લાભો અપાવા મંદિરમા મળતી દિવેલીયાની જમીન હક્ક હિસ્સા સહીત લાભ માટે સરકારને આ મહા અધિવેશન દ્વારા રજુઆત કરી ગોસ્વામી સમાજની વિવિધ માંગણી માટે લડત આપી આવાજ ઉઠાવવામાં આવશે આ અધિવેશનમા સંતો મહંતો રાજયના મંત્રીઓ ધારાસભ્યો સહીત ઉપસ્થિત રહેશે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આમંત્રણ પાઠવ્યું છે. આ અધિવેશનમા વધુને વધુ ગોસ્વામી સમાજ હાજરી આપે માટે .શ્રી મનસુખપુરી રામપુરી ગોસાઈ ( પરીબાપુ) અધ્યક્ષ શ્રી ( ભાવનગર)  ડો મનિષગિરી  કે ગોસાઈ કાર્યકારી અધ્યક્ષ ( રાજકોટ)  શ્રી અશોકગીરી મફતગીરી ગોસાઈ  પ્રમુખ શ્રી કડી સહીત એ સમાજ ને ખાસ  હાજરી આપવા  અપીલ કરી છે આ ગોસ્વામી સમાજ નુ એક ઐતિહાસિક મહા અધિવેશન મા ગોસ્વામી સમાજ ની પ્રચંડ હાજરી એ સમાજ ની એકતા ને સંગઠન ની ને સમાજ ની. શકિતના સમગ્ર રાજ્ય મા સરકાર નોંધ લેવી પડે એવુ આ મહા અધિવેશન યોજાશે

આ મહા અધિવેશનમાં મોરબી જીલ્લામાંથી વધુને વધુ ગોસ્વામી સમાજ હાજરી આપે માટે શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાતના મોરબીના ટ્રસ્ટી ગુલાબગીરી ઘેલુગીરી, રતીગીરી કેશવગીરી ગોસાઈ,  સૌરાષ્ટ્ર પ્રદેશના આગેવાન તેજશગીરી મગનગીરી, મહીપતપરી શાંતુપુરી, મોરબી જીલ્લા પ્રમુખ મુકેશગીરી હિરાગીરી ટંકારા, મોરબી શહેર પ્રમુખ સુરેશગીરી બાબુગીરી,  સહીત જહેમત ઉઠાવી તડામાર તૈયારી આરંભી  છે.

Leave A Reply

Your email address will not be published.