માળિયા નગરપાલિકા પ્રમુખ તરીકે હારૂનભાઈ સંઘવાણી અને ઉપપ્રમુખ વિરમભાઇ મોવરની વરણી

 

ભાજપના ગઢ મોરબી જીલ્લામાં કોંગ્રેસ પાસે માત્ર માળિયા નગરપાલિકા અને વાંકાનેર તાલુકા પંચાયતનું શાસન છે ચુંટણીમાં આ બે સંસ્થાને બાદ કરતા તમામ સ્થળોએ ભાજપનો ભગવો લહેરાયો હતો ત્યારે માળિયા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની આજે વરણી કરવામાં આવી છે

 

માળિયા નગરપાલિકા પ્રમુખ તરીકે હારૂનભાઈ હબીબભાઈ સંઘવાણી અને ઉપપ્રમુખ તરીકે વિરમભાઇ નુરમામદભાઈ મોવરની વરણી કરવામાં આવી છે માળિયા પાલિકામાં કોંગ્રેસને ૧૭ બેઠકો અને ભાજપને ૭ બેઠકો મળી હતી અને આજે કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી

 

Leave A Reply

Your email address will not be published.