સુરત શહેર પોલીસને ચાર મહિનામાં ગુમ થયેલા ૬૯૬ બાળકો/વ્યક્તિઓને શોધી કાઢવામાં સફળતા મળી

 

ઓપરેશન મુસ્કાન અંતર્ગત વર્ષ ૨૦૨૬ ના માત્ર ચાર મહિનાના સમયગાળા દરમિયાન સુરત શહેર પોલીસે ગુમ થયેલા ૬૯૬ બાળકો-વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા છે

 

અધિક પોલીસ કમિશ્નર ડો. કરનરાજ વાઘેલા, ક્રાઈમ અને નાયબ પોલીસ કમિશ્નર ભાવેશ રોજીયા (ક્રાઈમ) ના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશ્નર કે એમ જોસેફ, મહિલા સેલ તથા પીઆઈ એમ બી શેરગીલ મિસિંગ સેલને કામગીરી શરુ કરી સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ૧૮ વર્ષમાં ગુમ/અપહરણ થયેલા બાળકો/બાળકી તથા વ્યક્તિઓ પૈકી નહિ મળેલા વ્યક્તિઓને શોધી કાઢવા કામગીરી કરવામાં આવી હતી

 

ઘણાખરા કિસ્સાઓમાં ગુમ/અપહરણ બાળકો તથા વ્યક્તિઓ (પુખ્તવયના) રાજ્ય/જીલ્લા બહાર રહેતા હોવાનું ધ્યાને આવેલ હતું તમામ કિસ્સાઓમાં સુરત શહેરના થાણા અધિકારીઓને જે તે રાજ્ય/જીલ્લામાં જે તે જીલ્લાના સરપંચો ગામના સભ્યો, સ્થાનિક પોલીસનો સંપર્ક કરી તેમજ ટેકનીકલ સોર્સીસ તથા હુમન ઈન્ટેલીજન્સ મારફત તપાસ કરાવતા તમામ ગુમ/અપહરણ થયેલ વ્યક્તિઓની જાહેરાત અને ફરિયાદ આપનારનો સંપર્ક કરી અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ રાજ્યોમાં નવેસરથી ગુમ/ અપહરણ થયેલ બાળકો/વ્યક્તિઓને શોધી કાઢવા સઘન પ્રયત્નો ચાલુ રાખવામાં આવ્યા હતા

 

અભિયાનમાં એપ્રિલ ૨૦૨૬ એમ ફક્ત એક જ માસના ટૂંકા ગાળામાં ૫૪ બાળકો તેમજ ૧૦૩ સ્ત્રી પુરુષ મળીને કુલ ૧૫૭ વ્યક્તિને શોધી કાઢવામાં સફળતા મળી છે તેમજ વર્ષ ૨૦૨૬ ના જાન્યુઆરી માસમાં ૧૫૨, ફેબ્રુઆરી માસમાં ૧૯૩ , માર્ચ મહિનામાં ૧૯૪ અને એપ્રિલ મહિનામાં ૧૫૭ સહીત કુલ ૬૯૬ ગુમ વ્યક્તિઓને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે

Leave A Reply

Your email address will not be published.