મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે જાહેર રોડ પર ચલણી નોટોના નંબર પર હાર-જીતનો જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવા બસ સ્ટેન્ડ સામે નસીબ આધારિત નોટ નંબરીનો જુગાર રમતા ભુપેન્દ્રભાઇ ગોપાલદાસ બુધ્ધદેવ (ઉ.વ. ૫૨), પદુભા મનહરસિંહ જાડેજા (ઉ.વ. ૬૨) અને જિતેન્દ્ર ગોપાલદાસ બુધ્ધદેવ (ઉ.વ. ૪૬) નામના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ શખ્સો પાસેથી કુલ રૂ. ૧૦,૫૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.