



મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઈન કરી હળવદ પોલીસે જેલહવાલે કર્યો છે
હળવદ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત માથાભરે ઇસમ જયેશ કાળુભાઈ પરમાર રહે હળવદ બસ સ્ટેન્ડ પાછળ વાળા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા મારામારીના ગુનામાં સંડોવાયેલ આરોપી જયેશ કાળુભાઈ પરમારનું પાસા વોરંટ ઈશ્યુ થયું હતું જેને પગલે ટીમ બનાવી આરોપીને ઝડપી લઈને પાસા એકટ તળે ડીટેઈન કરી જેલહવાલે કર્યો છે