મોરબીના રવાપર ગામે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એક ઝડપાયો

 

રવાપર ગામે શિવ શક્તિ સોસાયટીના નાકે આઈપીએલ મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ અને મોબાઈલ સહીત ૬૨૦૦ નો મુદામાલ કબજે લીધો છે અન્ય એક ઇસમના મોબાઈલ નંબર ખુલતા વધુ તપાસ ચલાવી છે

 

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રવાપર ગામે ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી શિવ શક્તિ સોસાયટીના નાકેથી આરોપી વિપુલ નરસંગ બાલાસરા (ઉ.વ.૩૦) રહે રવાપર ગામ શિવ શક્તિ સોસાયટી વાળાને ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી લઈને રોકડ રૂ ૧૨૦૦, અને મોબાઈલ ૫૦૦૦ સહીત કુલ રૂ ૬૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય એક આરોપીના મોબાઈલ નંબર ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.