સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી : મોરબી જીલ્લામાં કુલ ૯૩૯ ઉમેદવારી ફોર્મ ભરાયા

મોરબી મહાપાલિકાની ૫૨ બેઠકો માટે ૨૦૪ ઉમેદવારી ફોર્મ

 

 

મોરબી જીલ્લામાં આવતી મોરબી જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત, ત્રણ નગરપાલિકા અને એક મહાનગરપાલિકા ચુંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ઘસારો જોવા મળ્યો હતો અને જીલ્લામાં કુલ ૯૩૯ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે

મોરબી મહાનગરપાલિકાની ૫૨ બેઠકો માટે ૨૦૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેમજ વાંકાનેર નગરપાલિકાની ૨૮ બેઠકો માટે ૬૩, ટંકારાની ૨૪ બેઠકો માટે ૬૩ અને માળિયા પાલિકાની ૨૪ બેઠક માટે ૭૭ મળીને ત્રણ પાલિકાની ૭૬ બેઠકો માટે ૨૦૩ ફોર્મ રજુ થયા છે

પાંચ તાલુકા પંચાયત પૈકી મોરબી તાલુકા પંચાયતની ૨૨ બેઠક માટે ૮૩ ફોર્મ, માળિયાની તાલુકા પંચાયતની ૧૬ બેઠક માટે ૭૬ ફોર્મ, વાંકાનેર તાલુકા પંચાયતની ૨૪ બેઠક માટે ૧૦૩ ફોર્મ ટંકારા તાલુકા પંચાયતની ૧૬ બેઠક માટે ૬૫ અને હળવદ તાલુકા પંચાયતની ૨૦ બેઠક માટે ૮૮ સહીત પાંચ તાલુકા પંચાયતની ૯૮ બેઠકો માટે ૪૧૫ ફોર્મ ભરાયા છે

તેમજ મોરબી જીલ્લા પંચાયતની ૨૪ બેઠક માટે કુલ ૧૧૭ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે આમ મોરબી જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત, ત્રણ નગરપાલિકા અને એક મહાનગરપાલિકા માટે કુલ ૯૩૯ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે

Leave A Reply

Your email address will not be published.