માળિયામાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી સાત વર્ષે દિલ્હીથી ઝડપાયો


માળિયા (મી.) પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દારૂના ગુનામાં આરોપી સાત વર્ષથી નાસતો ફરતો હતો જેને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે દિલ્હી ખાતેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી અનુસંધાને જીલ્લામાં અલગ અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી ખાસ ઝુંબેશ ચાલી રહી છે જેમાં એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પ્રયત્નશીલ હોય દરમિયાન માળિયા પોલીસ મથકમાં દારૂના ગુનામાં આરોપી પવનકુમાર રામકુમાર યાદવ રહે ન્યુ દિલ્હીવાળો સાત વર્ષથી નાસતો ફરતો હતો જે આરોપી હાલ તેના દિલ્હી ખાતેના મકાને હોવાની બામતી મળતા ટીમને રવાના કરી હતી અને આરોપી દીપક યાદવને દિલ્હીથી ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે માળિયા પોલીસને સોપવામાં આવ્યો છે