વાંકાનેરના નવાપરામાંથી દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો: સ્કૂટર સહિતનો મુદ્દામાલ જપ્ત

 

વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નવાપરા વિસ્તારમાંથી એક શખ્સને દેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. ૩૩,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

મળતી વિગત મુજબ, વાંકાનેર સીટી પોલીસની નવાપરા પંચાસર રોડ પાસેની રેઈડ દરમિયાન મુકેશ અમરશીભાઇ વીંજવાડીયા (ઉં.વ. ૪૩) નામનાં શખ્સનાં કબજા હેઠળના ‘પ્લેજર’ સ્કૂટર નંબર GJ-36-H-5089 ની તપાસ કરતા તેમાંથી દેશી દારૂની ૬૦ કોથળીઓ ૧૫ લીટર, કિંમત રૂ. ૩૦૦૦ મળી આવી હતી. પોલીસે રૂ. ૩૦,૦૦૦ની કિંમતનું સ્કૂટર અને દારૂનો જથ્થો મળી કુલ રૂ. ૩૩,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી છે.

Leave A Reply

Your email address will not be published.