સાર્થક વિદ્યામંદિરની સિદ્ધિ : બાળ નાટક-નૃત્ય નાટિકામાં રાજ્યકક્ષાએ ડંકો વગાડ્યો
રાજ્યકક્ષાએ પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા પરિવાર અને મોરબીનું ગૌરવ વધાર્યું




સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને સમગ્ર રાજ્યમાં નૃત્ય નાટિકા (કાન ગોપીનો વેશ) માં ઈન્દ્રનું પાત્ર ભજવી શ્રેષ્ઠ અભિનય કરનાર કેવિન રાહુલભાઈ ભંખોડીયાએ રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને સમગ્ર રાજ્યમાં નાટક (જસમા ઓડણ) માં રવિરાજ પ્રાણજીવણભાઈ પૈજાને શ્રેષ્ઠ દિગ્દર્શક અને નૃત્ય નિર્દેશક તરીકે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે