

હળવદના જુના દેવળિયા ગામે કન્યા શાળા નજીક ટ્રેક્ટરના ચાલકે પુર ઝડપે બમ્પ આવતા બ્રેક મારતા મહિલા નીચે પડી જતા વહીલમાં આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હળવદના રણછોડગઢ ગામે રેહતા જગદીશભાઈ હકાભાઇ પરમારે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પત્ની શારદાબેન (ઉ.૨૩) ટ્રોલી સહિતના ટ્રેક્ટરના મોટા વહીલ પર આવેલ પંખા પર બેસીને જતા હોય દરમિયાન આરોપી ટ્રેક્ટર જીજે ૩૬ એપી ૧૩૪૭ ના ચાલકે પોતાનું ટ્રેકટર પુર ઝડપે ચલાવી દેવળિયા ગામમાં કન્યા શાળા નજીક બમ્પ આવતા ટ્રોલી સહિતના ટ્રેક્ટરની એકદમ બ્રેક મારતા શારદાબેન નીંચે પડી જતા ટ્રેક્ટરના મોટા વહીલમાં આવી જતા શારદાબેનને ગંભીર ઈજા પહોચતા મૃત્યુ નીપજ્યું હતું તો ટ્રોલી સહીતનું ટ્રેક્ટર સ્થળ પર મૂકી ચાલક નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે