

મોરબી માળિયા હાઈવે પર બહાદુરગઢ ગામના પાટિયા નજીક ડમ્પરના ચાલકે બંધ પડેલ આઈસર પાછળ ભટકાડી દેતા ડમ્પર ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના નવા સાદુંળકા ગામે રહેતા રવજીભાઈ રાયસંગભાઈ ઝંઝવાડિયા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની દીકરો મુકેશ પોતાનું ડમ્પર જીજે ૩૬ એક્સ ૮૦૮૪ લઈને પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને મોરબી માળિયા નેશનલ હાઇવે પર જતો હોય દરમિયાન બહાદુરગઢ ગામના પાટિયા પાસે બંધ પડેલ આઈસર જીજે ૧૪ ઝેડ ૩૦૧૮ ના પાછળના ભાગે ભટકાડી દેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.