માળિયાના NDPS ના ગુનામાં મુખ્ય આરોપીને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા


માળિયા પોલીસ મથકમાં NDPS ના ગુનામાં મુખ્ય આરોપી વલીમોહમદ મોવરે જામીન પર મુક્ત થવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી જેને કોર્ટે માન્ય રાખતા આરોપીનો જામીન પર છુટકારો થયો છે
માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે આરોપીએ પોતાના મકાનના રૂમમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો જેનું વજન ૩ કિલો ૯૩૦ ગ્રામ કીમત રૂ ૩૯,૩૦૦ વાળું જથ્થો વેચાણ કરવાના ઈરાદે અન્ય આરોપી પાસેથી મેળવી પોતાના મકાનમાં રાખ્યો હતો રેડ દરમિયાન પોલીસે મુદામાલ જપ્ત કરી આરોપીની અટક કરી મોરબી સેસન્સ કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીને જ્યુડીશીયલ કસ્ટડીમાં જેલહવાલે કર્યો હતો
જે કેસમાં આરોપી વલીમોહમદ શેરમોહમદ મોવરે મોરબીના સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા મારફત ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી જેમાં બંને પક્ષે કાયદાકીય દલીલો રજુ કરી હતી આરોપી તરફેના વકીલે ધારદાર દલીલો રજુ કરી હતી તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો
જે કેસમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના વકીલ સાવન ડી મોઘરીયા, સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા, જીતેન ડી અગેચણીયા, કુલદીપ ઝીન્ઝુંવાડિયા, રવિ ચાવડા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા અને મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા