માળિયા ઓનેસ્ટ ચેક પોસ્ટ પરથી કારમાં દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

 

માળિયા ઓનેસ્ટ ચેક પોસ્ટ પર પોલીસની ટીમે વાહન ચેકિંગ દરમિયાન ઇકો કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

માળિયા પોલીસની ટીમ ઓનેસ્ટ ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હોય દરમિયાન ઇકો કાર જીજે ૩૬ એ જે ૬૮૮૫ શંકાસ્પદ લાગતા તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૨ કીમત રૂ.૮૨૩૨ મળી આવતા ઇકો કાર અને દારૂનો જથ્થા સહીત કુલ મુદામાલ કીમત રૂ.૩,૫૮,૨૩૨ સાથે એજાજ સલીમભાઈ ભટ્ટીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.