



મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે લીલાપર રોડ પર રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડીવીઝન પોલિસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન લીલાપર રોડ પર ન્યુ પ્રજાપત સોસાયટીમાં રહેતા મોમભાઈ પરબતભાઈ સાવધાર અને હીરાભાઈ પરબતભાઈ સાવધારે પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂનો બોટલ નંગ ૩૬૮ કીમત રૂ.૨,૦૬,૮૧૬ સાથે મોમભાઈ ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસની આ કામગીરીમાં પી આઈ આર એસ પટેલ, રાજદીપસિંહ રાણા , કિશોરભાઈ મિયાત્રા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હિતેશભાઈ ચાવડા, સિદ્ધરાજસિંહ જાડેજા, અરજણભાઈ ગરિયા, કપિલભાઈ ગુર્જર અને જયદીપભાઈ ગઢવી સહિતની ટીમ કરેલ છે