મોરબીના રવાપર રોડ પર સળિયો માથે પડતા યુવાનનું મોત

 

મોરબીના રવાપર રોડ પર ગાયત્રીનગર ૨ માં બિલ્ડીંગનું સેન્ટીંગ કામ કરતા યુવાનને લોખંડનો સળીયો લાગી જતા ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

મોરબીની કબીર ટેકરી શેરી ૮ માં રહેતા કિશન રામજીગીન ગોડ (ઉ.૧૮) ગત તા. ૩૦ ના રોજ રવાપર રોડ પર ગાયત્રીનગર ૨ માં કલર કામ કરતો હોય દરમિયાન બાજુના બિલ્ડીંગમાં સેન્ટીંગ કામ ચાલુ હોય ત્યારે અકસ્માતે લોખંડનો સળીયો નીંચે પડતા કિશનને માથામાં લાગી જતા ગંભીર ઈજા થાત તેનુ મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave A Reply

Your email address will not be published.