


મોરબીના શનાળા રોડ ઉપર જૈન દેરાસર વાળી શેરીમાં પોલીસે વોચ ગોઠવી એક્ટિવા મોટર સાયકલમા દેશી દારૂની હેરફેર કરતા એક શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ ઉપર જૈન દેરાસર વાળી શેરીમાથી આરોપી કાસીમ ઇબ્રાહિમ શાહમદારને એક્ટિવામાં 50 લીટર દેશી દારૂની હેરફેર કરતા ઝડપી લઈ 10 હજારનો દેશી દારૂ અને 50 હજારનું એક્ટિવા સહિત 60 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પકડેલા આરોપી કાસીમે દેશી દારૂનો આ જથ્થો કાલિકા પ્લોટમાં રહેતા આરોપી અલી મામદભાઈ પલેજા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા વધુ તપાસ હાથ ધરી છે.