


મોરબીના વિશીપરા મદીના સોસાયટી નજીક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વિશીપરા મદીના સોસાયટીમાં રહેતા હનીફભાઈ દિલાવરભાઈ મોવારે પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૧ કીમત રૂ.૩૭૪૦ ના મુદામાલ સાથે હનીફને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે