


હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૨.૩૦ લાખ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવા ઘનશ્યામગઢ ગામે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા બાલુભાઈ ગોરધનભાઈ સુરાણી, જયેશ ભુદરભાઈ ગોપાણી, વિનોદ ચંદુભાઈ એરવાડિયા, વિપુલ કાળુભાઈ ઝીન્ઝુંવાડિયા, રજનીકાંત ગુણવંતરાય નિમાવત, યોગરાજસિંહ ધીરૂભા ઝાલા અને યુવરાજસિંહ નટુભા ચુડાસમા એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૨,૩૦,૩૦૦ જપ્ત કરી જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે